ભાઈચારા કેરા એ ભાવો ભૂલી
આજે કેમ ક્રુર થયો આ માનવી ?
વિશ્વાસ કેરા સદા ફરતાં વહાણો
આજે કેમ દગાખોર થયો આ માનવી ?
સદ્ પવૃતિ કેરા એવાં ચાલતા મીશન
આજે કેમ હીંસક થયો આ માનવી ?
લાગણીઓ થકી સંસારમાં સદા રત
ફરજોના નામે કેમ નિસ્ઠુર થયો આ માનવી ?
ધર્મ ના નામે સદા સદાવૃત ચલાવતો
આજે કેમ બહુ કંજુસ થયો આ માનવી ?
અહીંસા પરમો ધર્મને સદા માનતો
આજે કેમ હિંસા જગાવતો થયો આ માનવી ?
નારી તું નારાયણી એમ બીરદાવતો
આજે કેમ નજર બગાડતો થયો આ માનવી ?
મથી મથી થાક્યું સદા મન મારૂં
આજે આમ કેમ કરી રહ્યો આ માનવી ?
No comments:
Post a Comment