Saturday, October 9, 2010

ભવાઈ આ માનવીની

અજબ કાચિંડા જેવો દેખાય આ માનવી
વાતે વાતે રંગ બદલતો જણાય આ માનવી
ચહેરા પર મુખવટા પહેરનારો આ માનવી
નથી જે તે બની બતાવનારો આ માનવી
જાણે છતાં અજાણ બની રહેનારો આ માનવી
સચ્ચાઈને પણ જુઠમાં ખપાવનારો આ માનવી
પ્રમાણીક્તા ને પેટીમાં પૂરનારો આ માનવી
ભાળી ભ્રષ્ટોને સ્વાર્થે ભેટી પડનારો આ માનવી
ફરજ-નીષ્ટાને કર્તવ્યની કથા કહેનારો આ માનવી
સ્વાર્થે હોતા હૈ ચલતા હૈ નું રટણ કરનારો આ માનવી
લાગણી-સ્નેહને માયાની વાત કરનારો આ માનવી
રસ્તે પણ એજ જૂઓ કાટા પાથરનારો આ માનવી
બની ધર્મીક, જીવન વીતાવનારો આ માનવી
સંસાર છે હાલ્યા કરે એમ નફ્ફટાઈ કહેનારો આ માનવી
રૂપીયો મંદીરે મુકી લાખો યાચનારો આ માનવી
તારો જ બનાવેલ પ્રભુ તને કેવો બનાવે આ માનવી

No comments:

Post a Comment

Followers