Thursday, February 3, 2011

જનક ની જાનકી (કન્યાવિદાય)

જાળવી જતન કરેલું આંખ નું રતન મારું, પળમાં છીનવાઈ ગયું,
લાગણી સીંચેલ મારા હૈયા ના ડંખતા આ કાળજાના ઘાવ કોઈ રોકો.

પાપણમાં પૂરેલા આંખના આ મોતી, જાણે ફાટેલી પોટલી માં બાંધ્યા,
છેડા છેડી એ મારા ધબકારા બાંધ્યા, આ જાન લેતી જાન કોઈ રોકો.

નોંધારો પાલક ને પાંગળી જનેતા, જાણે ગાડા ના ડગમગતા પૈડાં,
શ્રીફળ ને બદલે ક્યાંક કાળજું કપાશે મારું આ પૈડાસિંચન ને કોઈ રોકો.

હીરે જડેલ તારા હીચકા ની દોરી મેં હાથે થી હેઠી ના ઉતારી,
હેત નું હાલરડું હજુ ભીનું છે કંઠ માં આ વિસરાતા ટહુકા ને રોકો.

ઝળઝળીયા આંખે બધું ધૂંધળું કળાય, મને મણ મણ નો ભાર લાગે હાથે,
આશિષ શું આપું મારો આશરો લઈ જાય, અરે એકાદ તો પળ એને રોકો.

રૂકસદ માંગે મારો લાડ નો ખજાનો, પેલા સુરજ ને ડૂબવા ના દેજો
આંગણ નું અજવાળું આંસુ એ તણાયું ,એના વહેતા ઝરણા ને કોઈ રોકો.


1 comment:

  1. નમસ્તે!

    મે એક ગુજરાતી ફોરમ શરુ કર્યું છે gujarati.freeforums.org જે હજી સુધારા-વધારા હેઠળ જ છે. હજી તો ફ્રી ફોરમ યુઝ કર્યું છે, જો સફળતા મળશે તો હું એનું ડોમેઈન ખરીદી લઈશ.

    આપને કોન્ટેક્ટ એટલે કર્યો કે આપ ગુજરાતી બ્લોગ ચલાવી રહ્યા છો, અને એમાં હજી પણ એક્ટીવ છો. બની શકે કે આપને કદાચ આપને ઈન્ટ્રેસ્ટ જાગે અને આપ આપણા ગુજરાતી ફોરમમાં જોડાઈને એને વધુ કાર્યક્ષમ બનાવી શકો.

    મને આશા છેકે આપની ભાવના વધુથી વધુ લોકો અને ખાસ કરીને યુવાનો, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આ ગુજરાતી ફોરમ આપને થોડું ઘણૂં મદદરૂપ નીવડશે!

    આપ જરૂરથી પધારશો.

    આભાર સહ,

    ~ દીપ ~

    ReplyDelete

Followers