સ્વપ્નાનાં મહેલને સજાવી ગયું કોઈ.
કોણે વરસાવ્યા છે આ મેઘધનુષ્યનાં રંગો,
ભર ઉનાળે મને ભીંજવી ગયું કોઈ.
આંખેથી નીંદર ઊડાવી ગયું કોઈ,
અધરોની પ્યાસ વધારી ગયું કોઈ.
રોમરોમમાં ધબકે છે વિરહની વેદના,
થીજી જતી ટાઢમાં બાળી ગયું કોઈ.
જીવવાનો અભરખો વધારતું ગયું કોઈ,
માયાની કેડીએ સંગાથી બન્યું કોઈ.
કોણ છેડી ગયું પેલાં સૂતેલાં સ્પંદનો,
મૂંઝવણમાં મસ્તી ભરી ગયું કોઈ.
આફતોની ટાઢમાં હૂંફ આપી ગયું કોઈ,
હારીને બેઠા તોયે ઇનામ પકડાવી ગયું કોઈ.
No comments:
Post a Comment