૧. દરરોજ ૭ કલાક ઊંધો. (વધુ ઊંઘોને – પણ રવિવારે!)
૨. નવી રમતો શિખો/રમો. (હું છેલ્લાં પાંચ વર્ષથી ચેસ શીખી રહ્યો છુ..)
૩. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો (આ કરવા જેવું કામ છે..)
૪. પુષ્કળ પાણી પીઓ (અને પછી..?)
૫. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો. (હા, આમ પણ હવે કંઇ થઇ શકવાનું નથી)
૬. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો! (બિલ કોણ આપશે, ભાઇ?)
૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી. (હા, રેમ્પ પર ચાલતી મોડેલ જોડે સરખામણી કરી શકાય..)
૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો. (અને દુ:ખનું પણ!)
૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્ (જા, જવા દીધો..)
૧૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો. (અને હા, કોપી-પેસ્ટ ચાલુ રાખો!!)
૧૧. ભગવાન સૌનું ભલું કરશે. (જય હો!)
૧૨. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો. (બોસ મિત્ર હોય તો?)
૧૩. ઉત્તમ હજી આવવાનું બાકી છે. (FYKI: મારા સસરાજીનું નામ ઉત્તમલાલ છે! )
૧૪. આ જડીબુટ્ટીઓનું સેવન ન કરો અને કોઇને પણ જણાવો નહી.
No comments:
Post a Comment