સેજોગો વિકટ હોય ત્યારે,
સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ.
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય ને આનંદ કેમ ના ગુમાવવા તે મને શીખવ.
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે,
શાંતિ કેમ રાખવી તે મને શીખવ.
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે,
ખંતથી તેમાં લાગ્યા રહેવું કેમ તે મને શીખવ.
કઠોર ટીક અને નીંદાનો વરસાદ બરસે ત્યારે,
તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું તે મને શીખવ.
પ્રલોભનો, પ્રશંસા અને ખુશામતની વચ્ચે,
તટસ્થ કેમ રહેવું તે મને શીખવ.
ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,
શ્રધ્ધા ડગુમગુ થઇ જાય,
નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય,
ત્યારે ધૈર્ય અને શાંતિથી તારી ક્રુપાની પ્રતિક્ષા કેમ કરવી તે મને શીખવ.
સેજોગો વિકટ હોય ત્યારે,
ReplyDeleteસુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ.