Friday, January 21, 2011

Tum Mere Dil Me Samao...

Tum Mere Dil Me Samao To Koi Bat Bane,
Phir Kabhi Door Na Jao ToKoi Bat Bane

Dost Kehne Se Hi Bat Nahi Banti,
Dost Ban K Dikhao To Koi Bat Bane

Hum To Chup Chup Hi Rehte Hain Subho Sham Magar,
Tum Kabhi Aa k Hansao To Koi Bat Bane

Sath Dene Ki Sab Bat Karte Hain,
Tum Agar Sath Nibhao To Koi Bat Bane.

શ્વાસોની રફતારને વધારી ગયું કોઈ...

શ્વાસોની રફતારને વધારી ગયું કોઈ,
સ્વપ્નાનાં મહેલને સજાવી ગયું કોઈ.
કોણે વરસાવ્યા છે આ મેઘધનુષ્યનાં રંગો,
ભર ઉનાળે મને ભીંજવી ગયું કોઈ.
આંખેથી નીંદર ઊડાવી ગયું કોઈ,
અધરોની પ્યાસ વધારી ગયું કોઈ.
રોમરોમમાં ધબકે છે વિરહની વેદના,
થીજી જતી ટાઢમાં બાળી ગયું કોઈ.
જીવવાનો અભરખો વધારતું ગયું કોઈ,
માયાની કેડીએ સંગાથી બન્યું કોઈ.
કોણ છેડી ગયું પેલાં સૂતેલાં સ્પંદનો,
મૂંઝવણમાં મસ્તી ભરી ગયું કોઈ.
આફતોની ટાઢમાં હૂંફ આપી ગયું કોઈ,
હારીને બેઠા તોયે ઇનામ પકડાવી ગયું કોઈ.

પ્રેમ એટલે હું નહીં…

પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…

પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…

પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…

પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ

Monday, January 10, 2011

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો
ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી.
રસ્તાની ગાયો હઠાવી તો જો.
ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો.
બીન લાદેનને આંગળી અડાડી તો જો.
ચીર પુર્યાં તે દ્રૌપદીનાં.
મલ્લીકાને દુપટ્ટો પહેરાવી તો જો.
ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી.
કોલેજની છોકરી એક પટાવી તો જો.
સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો.
અહીંના રસ્તા પર ગાડી ચલાવી તો જો.
હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો.

આ મોબાઇલ મને નડે છે.

આ મોબાઇલ મને નડે છે.
પતિની પાછળ આ મોબાઇલ પત્ની ની જેમ્ ફરે છે,
કંઇક ખોટુ બોલતા આમજ પકડાવી દે છે.
આ મોબાઇલ મને નડે છે.
હાલતા ચાલતા ગમે ત્યારે બોલી પડે છે,
અને ન ઉપાડો ત્યાં સુધી બોલ્યા કરે છે,
આ મોબાઇલ મને નડે છે.
રજા માં પણ બોસ ના ફોન આવ્યા કરે છે,
અને ન્ ઉપાડો તો બીજે દિવસે હાલત્ ખરાબ થાય છે.
આ મોબાઇલ મને નડે છે.
રાત્રે પણ સુવા ન દે,
અને એની રીંગટોન જાણે હ્દય માં શુળ ભોંકે છે.
આ મોબાઇલ મને નડે છે.
ફીલ્મ માં પણ્ વાગે ત્યારે બૂમાબૂમ થઈ જાય છે
અને એ બેટો બેઠો બેઠો હસે છે,
આ મોબાઇલ મને નડે છે.
છોકરી ને ફોન્ કરતા મને પકડાવી દે છે,
પોલીસ ન ડંડા પણ્ એના બાપ્ ની જેમ્ પુછે છે,
આ મોબાઇલ મને નડે છે.
વાપરતા તો આનંદ આનંદ થાય છે,
બીલ આવે ત્યારે ખીસ્સુ મારુ રડે છે,
આ મોબાઇલ મને નડે છે.
ભાવનાઓ નો થયો ભુક્કો ને હવે તો,
પત્રો ને બદલે મીસ્ કોલ્ અને મેસેજ જ થાય છે,
આ મોબાઇલ મને નડે છે.
ભગવાન ને ફરિયાદ કરવા ફોન કર્યો,
તો કહે છે,”તમે ડાયલ કરેલો નંબર હાલ માં વ્યસ્ત છે.”
આ મોબાઇલ મને નડે છે.
શું તને પણ્ આ મોબાઇલ આમજ નડે છે

Wednesday, January 5, 2011

Funny Shayari










BEAUTIFUL WORLD




Digital Art














મારા દિલની કલમથી ...

હે..ઈશ્વર ..તું મુજને તારા યમ થી નહિ બચાવીસ તો ચાલશે ..
પણ કૃપા કરીને તું મને મારા અહંમ થી બચાવજે ...
કારણ કે,
...તારો યમ તો માત્ર મારી આ એક ઝીંદગી ને મૃત્યુ આપશે,
પણ મારો અહંમ તો મારી આ ઝીંદગી ની બધી સફળતા ને જ મૃત્યુ આપી દેશે,,

હે ઈશ્વર,
મારા અહંમ થી મારી 24X7 રક્ષા કરજે ...

Followers