Sunday, January 31, 2010

વહાલી દીકરી

વહાલી દીકરી
મમતાએ મઢી
સંસ્કારે ખીલી
વહાલી દીકરી
ભર બપોરે દોડી
બારણું ખોલી
ધરે જળની પ્યાલી
વહાલી દીકરી
હસે તો ફૂલ ખીલે
ગાયે તો અમી ઝરે
ગુણથી શોભે પૂતળી
વહાલી દીકરી
રમે હસતી સંગ સખી
માવતર શીખવે પાઠ વઢી
સૌને હૃદયે તારી છબી જડી
વહાલી દીકરી
વીતી અનેક દિવાળી
જાણે વહી ગયાં પાણી
સોળે કળાએ ખીલી જાણે રાણી
વહાલી દીકરી
પૂજ્યાં તે માત પાર્વતી
પ્રભુતામાં માંડવા પગલી
લેવાયાં લગ્ન આંગણિયે
મહેંકે સુગંધ તોરણિયે
દિન વિજયા દશમી
વહાલે વળાવું દીકરી
વાગે શરણાઈ ને ઢોલ
શોભે વરકન્યાની જોડ
વિપ્ર વદે મંગલાષ્ટક
શોભે કન્યા પીળે હસ્ત
આવી ઢૂંકડી વિદાય વેળા
માવતર ઝીલે છૂપા પડઘા
વ્યથાની રીતિ ના સમજાતી
વાત કેમ કહેવી બોલે દીકરી
ઝીલ્યા વડીલોના મોંઘા બોલ
વગર વાંકે ખમ્યા સૌના તોલ
દીકરીની વ્યથા ઉરે ઉભરાણી
કેમ સૌ આજ મને દો છોડી
આવી રડતી બાપની પાસે
બોલી કાનમાં ખૂબ જ ધીરે
કોને બોલશો-વઢશો પપ્પા હવે
હું તો આજ સાસરિયે ચાલી
કેવું અંતર વલોવતા શબ્દો બોલી
જુદાઈની કરુણ કેવી કથની
થયો રાંક લૂંટાઈ દુનિયા મારી
આજ સંબંધની સમજાણી કિંમત ભારી
આંખનાં અશ્રુ બોલે વાણી
નથી જગે તારા સમ જીગરી
તું સમાઈ અમ શ્વાસે દીકરી
તારા શબ્દો ટપકાવે આંખે પાણી
ઓ વહાલી દીકરી
ઘર થયું આજ રે ખાલી


જરા વિચારો..

૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો.
૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છોમાલિક નહીં.
૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતેચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે?
૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખતખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનોઆભાર માનજો.
૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ.દરેક માણસનો અંત તો એક સરખો જ છે. ‘મૃત્યુ.’મહત્વની વાત એ છે કે કોણ કેટલું સાથે લઈ જઈ શક્યો.
૬. આજે કરેલા કર્મનું ફળ કદાચ કાલે મળે કદાચ વર્ષે, બે વર્ષેકે પાંચ વર્ષે મળે. કદાચ આ જન્મે નહી તો આવતા જન્મેમળે. કર્મની ગતિ અતિ ગહન છે.
૭. એક દિવસ બધું મૂકીને ચાલ્યા જવું પડશે. આ વાત જોસાચી હોય તો જરૂર કરતાં વધારે ભેગું કરવાની શી જરૂર છે?
શું સુંદર વાત છે . આપણા બધિર કાન તેં કેમ સાંભળતા નથી.હવે વિચાર કરી અમલ કરવાની ઘડી આવી ગઈ છે. ૬૦ વર્ષની ઉમરવટાવી ચૂકેલા સર્વે માટે ખાસ.” હવે કાઢ્યા એટલા નથી કાઢવાના.”અમેરિકામા ગ્રીનકાર્ડ અને નાગરિકત્વ જોઈએ. ઉપર જવા માટેકોઈ લાગવગ ચાલતી નથી.મજાક ખાતર લખ્યું છે. કિંતુ સનાતન સત્ય છે.

પ્રેમ અને મૈત્રી

પ્રેમ અને મૈત્રી
વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના બે અંતિમો છે..

આંસુ અને સ્મિત
આંસુ અને સ્મિત
એ બન્ને એકજ વાતના પૂરાવા છે.

પ્રેમ
આ પ્રેમનો અફાટ વિસ્તાર ક્યાંથી શરુ થાય છે , તમને ખબર છે??
સંબંધો, શબ્દો, અર્થો, સંસાર....વિગેરેની પાર ચાલ્યા જાઓ...


ત્યાર પછી..

પ્રેમના વિસ્તારમાં સૂર્ય કાયમ તપે છે.
પ્રેમના દરિયામાં કાયમ ભરતી છે.
મૈત્રીના વનમાં અનંત વસંત છે.


આપણે એવા બનીએ કે આપણે ચાલ્યા જઇએ તેમ છતાં,
પ્રેમ અને મૈત્રી........

હે મારા પ્રભુ મને શીખવ.......

સેજોગો વિકટ હોય ત્યારે,
સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ.


બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય ને આનંદ કેમ ના ગુમાવવા તે મને શીખવ.


પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે,
શાંતિ કેમ રાખવી તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે,
ખંતથી તેમાં લાગ્યા રહેવું કેમ તે મને શીખવ.


કઠોર ટીક અને નીંદાનો વરસાદ બરસે ત્યારે,
તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું તે મને શીખવ.


પ્રલોભનો, પ્રશંસા અને ખુશામતની વચ્ચે,
તટસ્થ કેમ રહેવું તે મને શીખવ.


ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,
શ્રધ્ધા ડગુમગુ થઇ જાય,
નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય,
ત્યારે ધૈર્ય અને શાંતિથી તારી ક્રુપાની પ્રતિક્ષા કેમ કરવી તે મને શીખવ.

જીવનના સાત પગલા.

(1) જન્મ----------એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
(2) બચપન-------મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.
(3) તરુણાવસ્થા----કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે,
લૂટવાની તમન્ના છે.
(4)યુવાવસ્થા------બંધ આંખોનું સાહસ છે, જોશછે...ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,..
કૂરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5) પ્રૌઢાવસ્થા-----ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે,
કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
(6) ઘડપણ--------વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે,
જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
(7)મરણ-----------જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે,
પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે.

સાત પગલા પૂરા થશે.....

Followers